ગુજરાત

gujarat

ETV Bharat / videos

Rain in Navsari : નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર

By

Published : Jul 7, 2022, 10:13 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ બઘડાટી (Rain in Navsari )બોલાવી છે અને તમામ તાલુકાઓમાં પવનના સુસવાટા સાથે પડેલા ભારે વરસાદે જન જીવન પ્રભાવિત કર્યુ છે. જિલ્લામાં અનેક ઠેકાણે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી (trees collapsed)થવાની ઘટનાઓ પણ સામે આવી છે.નવસારીના કાલિયાવાડી પાસે આદર્શનગરની બહાર અને નવસારી-ગણદેવી માર્ગ (Navsari Gandevi Road )પર સાલેજ ગામે પણ વૃક્ષ મુખ્ય માર્ગ પર પડતા વાહનવ્યહારને અસર થઈ હતી. નવસારી શહેરના આશાબાગ વિસ્તારમાં પણ વર્ષો જૂનું તોતિંગ ઝાડ પડી જતા રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પડેલા વૃક્ષોને હટાવી રસ્તા ખુલ્લા કરાવ્યા હતા. બીજી તરફ ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. નેશનલ હાઇવે નં. 48 પર પણ ધોળાપીપળા પાસે અને નવસારીના પ્રવેશદ્વાર પાસે સર્વિસ રોડથી બારડોલી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ( water-logged traffic on highways) વેઠવી પડી હતી. જ્યારે હાઇવે ઓથોરિટી (Highway Authority) દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી. જેને કારણે સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષની લાગણી જોવા મળી હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details