Navsari Rain: નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ગણેશપંડાલોના આયોજકોમાં ચિંતા
Published : Sep 24, 2023, 1:05 PM IST
નવસારી: જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં બસ સ્ટેન્ડ રોડ, જુના થાણા, મંકોડીયા વિસ્તાર જેવા શહેરના મુખ્ય માર્ગો પર રાત્રિ દરમિયાન પાણી ભરાયા હતા. વરસાદના કારણે શહેરીજનોને બફારા અને ઉકરાટથી રાહત મળી હતી. હાલ શહેરમાં ગણેશ ઉત્સવની ધૂમ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો વિઘ્નહર્તાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. જેમાં લોકોને વરસાદનું વિઘ્ન નડ્યું હતું. જેને લઈને તેઓને ઘર તરફ પ્રયાણ કરવું પડ્યું હતું. તો બીજી તરફ ભારે વરસાદને કારણે ગણેશ સ્થાપના કરતા પંડાલોના આયોજકોમાં ચિંતા વ્યાપી હતી.
Gujarat Weather Update: હજુ આજે પણ આ વરસી શકે છે વરસાદ, જાણો ક્યાં ક્યાં મેઘરાજા થયા મેહરબાન