Rain in Junagadh: રીમઝીમ વરસાદથી ધરતીપૂત્રોમાં છવાયો આનંદ - Rainfall update in Gujarat
જુનાગઢ : જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના (Rain in Junagadh) તેમજ માંગરોળ પંથકમાં મોડી રાતથી વરસાદી માહોલ ચાલુ હતો. ચોરવાડ, ઝુજારપર, વિષણવેલ, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. સમઠિયાળા, ખોરાશા, બરુલા, જાનુડા, શાંતિપરા વરસાદ વરસ્યો હતો. માળીયાના ઝડકા, ભડુરી, ગળોદર, રામવાવ પાટીયા, પાણીધ્રા પાટીયા તેમજ પીખોર, જુથળ, પાણીધ્રા, ગાગેચા, લાઠોદ્રા સારો વરસાદ નોંધાયો છે. માંગરોળના સકરાણા, વિરપુર, ચોટલી વીડી, લંબોરા, નવા - જુના કોટડા, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ (Ashadhi Bij Rain in Junagadh) ઉભરાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST