ગીરી કંદરા સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓનો બેવડાયો આનંદ - Rainfall in Subir Taluka
ડાંગ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે વાતાવરણમાં પલટો (rain in Dang) આવ્યો હતા. સતત એક કલાક ધોધમાર વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી પાણી થતા અલ્હાદક માહોલ સર્જાયો હતો. વરસાદ બાદ ગીરી કંદરા સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓનો આનંદ (Tourists in Giri Kandara) બેવડાયો હતો. વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ બાદ ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે બોટિંગ પ્રવેશકર પાસે પાણીનો ભરાવો થતા પ્રવાસીઓ હાલાકી વેઠવાની નોબત ઊભી થવા પામી હતી. જેમાં સુબીર તાલુકામાં અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો. જ્યારે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ પણ બંને કાંઠે વહેતી થઈ હતી. તો બીજી તરફ ઘણા માર્ગો પર અવરોધાયો હોવાના કારણે સાત જેટલા ગામોના કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો હતો. dang nature, rainy water filled in dang district, rain in dang water rolled over road
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST