Rain in Bhavnagar : મેઘરાજાએ ખેડૂતોની ચિંતા દૂર કરી
ભાવનગર શહેરમાં અષાઢી બીજે બપોરના સમયે અષાઢી બીજે ભગવાન નગર ચર્યાએ નીકળ્યા અને મેઘાએ ભગવાનની વધામણી કરી ચિંતાતુર ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતાં. વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ પધરામણી (Rain in Bhavnagar) કરતા જિલ્લામાં અને શહેરી વિસ્તારમાં સારા એવા વરસાદથી ભાવેણુ ભીંજાઈ ગયું હતું. ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકા પૈકી 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 9 તાલુકામાં સૌથી વધુ વરસાદ વલભીપુર 60 mm, ભાવનગર 29 mm, ગારીયાધાર 16 mm,ઉમરાળા 14 mm,પાલીતાણા 11 mm, તળાજા 10 mm,જેસર 6 mm,ઘોઘા 5 mm અને સિહોર 4 mm વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય 5 તાલુકામાં 10 mm થી નીચે વરસાદ નોંધાયેલો છે. બપોરે 2 કલાકે વરસાદ એક કલાક વરસ્યા બાદ થોભી ગયો હતો. ભાવનગર,વલભીપુર,તળાજા, ઉમરાળા સહિતના તાલુકામાં ખેડૂતોને વાવણી થઈ ગયા બાદ બિયારણ ફેલ થવાની દહેશત દૂર થઈ છે. વરસાદ (Monsoon Bhavnagar 2022 )સારો આવતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. વરસાદ થતાં આનંદ (Sowable rains in Bhavnagar) ખેડૂતોમાં જોવા મળ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST