બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી વાવેતર વધશે - બનાસકાંઠામાં વરસાદથી પાકને ફાયદો
બનાસકાંઠા જિલ્લાને મેઘરાજાએ (Rain in Banaskantha ) છેલ્લા બે દિવસથી ઘમરોળી રહ્યા છે અને 48 કલાકમાં જિલ્લાના 14 તાલુકાઓમાં બે થી સાત ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદનો નોંધાયો છે જેને લઇ ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. વાવ થરાદ સુઈગામ ભાભર અને દિયોદરમાં અત્યાર સુધી 15 ઇંચ તે પણ વધુનો વરસાદ થઈ ચૂક્યો છે. ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે પાણીના ત્રણ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા હતા પરંતુ આ વર્ષે વર્ષે લાભ ભારે વરસાદના કારણે ફરી એકવાર જમીનમાં પાણી ઊંચા આવવાની શક્યતાઓ રહેલી છે. જિલ્લામાં મોડે મોડે પણ વાવણીલાયક સાર્વત્રિક વરસાદ (Sowable universal rainfall ) થયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતાં પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા પહોંચી ગયા છે તેવામાં આ વરસાદથી ખેડૂતોને ફરી એકવાર ભૂગર્ભ જળના સ્તર ઊંચા (Ground water level) આવવાની આશા બંધાઈ છે. જિલ્લાની અંદર સૌથી વધુ ચોમાસાની અંદર વાવેતર થાય છે અને આ વખતે સારા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં વાવેતર વધુ થવાની શક્યતાઓ પણ વધી છે, ખાસ કરીને ચોમાસામાં મગફળી, રાયડો, એરંડા અને બાજરીનું સૌથી વધુ વાવેતર (Crops in Banaskantha ) થાય છે અને આ વરસાદથી પાકને ખૂબ જ મોટો લાભ (Rain in Banaskantha will benefit Crops ) થશે તેવું ખેડૂતો માની રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST