ગુજરાત

gujarat

ETV Bharat / videos

આયોજકો સંસ્કૃતિનું વેપારીકરણ કરતા હતા, હવે સરકાર ટેક્સ લૂટી રહી છે: કૉંગ્રેસ - ગરબા પર જીએસટી લગાવતા કોંગ્રેસનો વિરો

By

Published : Aug 3, 2022, 11:47 AM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરા : સરકાર દ્વારા ગરબાની ટિકિટ અને પાસ પર 18 ટકા (Congress protest in Vadodara) GST લગાવ્યો છે, જેનો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે ગરબા રમી આ ટેક્સ પરત ખેંચવા માંગણી કરી હતી. કોરોનાકાળ બાદ નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમાં પણ વડોદરાની નવરાત્રી પ્રખ્યાત છે, ત્યારે કોમર્સિયલ ગરબાની ટિકિટ અને પાસ પાસ સરકાર દ્વારા 18 ટકા (Protest against imposing GST on Garba) GST લગાવવામાં આવ્યો છે જેથી આ પાસ મોંઘા બન્યા છે. વડોદરામાં નવરાત્રીના પાસ એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીમાં વેચાતા હોય છે. તેના પર હવે 18 ટકા GST અલગથી વસૂલવામાં આવશે. જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાની (GST on Garba) આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગરબા રમી GSTનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ જણાવ્યું કે, માતાજીના ગરબાના નામે અત્યાર સુધી કેટલાક આયોજકો સંસ્કૃતિનું વેપારીકરણ કરતા હતા અને હવે સરકાર ટેક્સ લગાવી લૂંટ કરી રહી છે. મહિલા ખેલાડીઓને ખરેખરમાં તો મફત એન્ટ્રી આપવી જોઈએ તેમજ યુવકો પાસેથી પણ વધારે ફી ન વસૂલવા જોઇએ.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details