Problem of potholes in Surat : નવી પારડીથી હજીરાનો રસ્તો બેહાલ, જૂઓ કેવા છે વાહનોના હાલ - નેશનલ હાઇવે 48
ચોમાસાની શરૂઆત થાય એટલે સુરત જિલ્લાના સ્ટેટ હાઇવે, નેશનલ હાઇવે (Problem of potholes in Surat ) અને ગામડાને જોડતા માર્ગોની હાલત દયનીય બની જાય છે. સવાલ એ થાય છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે? આ રસ્તા એક ચોમાસા (Monsoon Gujarat 2022 )જેટલો સમય પણ ટકતા નથી. ઉદાહરણ જોવું હોય તો આ રસ્તો જોઈ લો. નેશનલ હાઇવે 48ને (National Highway 48) જોડતો કામરેજના નવી પારડીથી સાયણ,ઓલપાડ વાયા હજીરાને જોડતા આ માર્ગ પરથી રોજના હજારો વાહનો હજીરા જીઆઈડીસીમાં (Hajira GIDC )જાય છે. નાનામોટા અને મલ્ટી એક્સેલ વાહનો પસાર થાય અને એ પણ જોખમી રીતે કેમ કે નવી પારડી ગામ નજીક મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી જતા હેવી વાહનો જોખમી રીતે પસાર થાય છે. ખરાબ રસ્તાના કારણે નેશનલ હાઇવે 48 માર્ગ પર મોટો અકસ્માત સર્જાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે તંત્ર સત્વરે જાગે નહીં તો આ બિસ્માર માર્ગ પ્રાણઘાતક સાબિત થશે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST