PM Modi Vadodara Visit: વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં મહિલાઓ અને અન્ય લોકોના પ્રતિભાવો - Mukhyamantri Matrushakti Yojana
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાને મોટી ભેટ, 100 એકર જમીનમાં નિર્માણ થનારી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસના ભૂમિપૂજન (PM Modi Vadodara Visit)સાથે પાણી વિતરણના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના કુંઢેલા ગામમાં 743 કરોડના ખર્ચે નવું કેમ્પસ બનાવવામાં આવશે જેનું(Gujarat Gaurav Abhiyan Program) લોકાર્પણ કરવામા આવ્યું હતું. સાથે (Mukhyamantri Matrushakti Yojana )રૂપિયા 660.26 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરામાં જનસભામાં ઉપસ્થિત લોકોમાં વડાપ્રધાનને લઈ કયા પ્રકારના મંતવ્યો છે તે તપાસવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. વડાપ્રધાનના સંબોધન બાદ મહિલાઓ દ્વારા ETV Bharatના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા મહિલા સશક્તિકરણને લઈને ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમને ખૂબ જ આનંદની લાગણી થાય છે અને વિવિધ યોજનાઓ થકી લાખો મહિલાઓને લાભ આપ્યો છે તેથી ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST