ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાલીતાણામાં વડાપ્રધાનની સભા બની ડાયરો, પૈસા ઉડયા અને ઝુમ્યા લોકો

By

Published : Nov 28, 2022, 7:22 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ચાર બેઠકની યોજવામાં આવેલી વડાપ્રધાનની સભામાં કીર્તિદાનનું રસપાને સભા છે તે લોકોને ભુલાવ્યું હતું. આવેલા લોકોએ પૈસા ઉડાડ્યા અને ઝૂમી ઉઠ્યા હતા. અલગ અલગ ગીતોના કારણે કમાને પણ અંતમાં યાદ કરવામાં આવ્યો હતો. મોદીની સભામાં કીર્તિદાને ઝુલાવ્યા લોકોને જકડી રાખવા વડાપ્રધાનની જંગી જાહેર સભામાં લોકોને આકર્ષવા અને આવેલા લોકોને વડાપ્રધાનનું આગમન થાય નહિ ત્યાં સુધી જકડી રાખવા પાલીતાણા ખાતે જંગી જાહેર સભામાં સાહિત્યકાર અને લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કીર્તિદાનના સુરના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. લોકો હાથમાં ખેસ લઈને તો કોઈ ખુરશીઓ પર ચડીને નાચવાની શરૂઆત કરી હતી. 12 કલાકે શરૂ થનારી સભામાં સતત 2 કલાક સુધી કીર્તિદાને ગીતો ગાયને લોકોને જકડી રાખવામાં સફળ રહ્યા હતા. સવૃદ્ધો,મહિલાઓ અને યુવાન નાચ્યાં પૈસા ઉડયાકીર્તિદાનના લોક સાહિત્યના અલગ અલગ ગીતોએ મહિલાઓ અને વૃદ્ધ સહિત યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. "મારો સાહિબો રે ગોવાળિયો" જેવા ગીત અને "રસિયો રૂપાળો રંગ રસિયો" જેવા ગીતો પર લોકો નાચ્યાં હતા. સભા છે કે ડાયરો થોડા સમય માટે લોકો ભૂલી ગયા હતા. વડાપ્રધાન 1.30 કલાકે આવ્યા બાદ સભાની શરૂઆત થઈ હતી. ચૂંટણીના અંતિમ તબક્કામાં સાહિત્યકારો અને લોક ડાયરાઓના સથવારે ભાજપને મેદાનમાં ઉતરવું પડ્યું છે. કીર્તિદાનના સુરો સાથે લોકોએ પૈસા ઉડાડ્યા હતા. કોઈ સિલ્ફી કીર્તિદાન સાથે લેવાનું ચૂકતું નોહતું. Four assembly seats in Palitana Folk singer Kirtidan Gadhvi Prime Minister meeting Gujarat Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details