સાબરકાંઠામાં શિક્ષકો માસ સીએલ પર, શું છે માગણી જાણો - Teachers Demand for Old Pension Scheme
ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ વચ્ચે વિવિધ માંગણીઓના મામલે સહમતિ ન થતા આજે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ બંધ છે. સાબરકાંઠામાં પણ સવારથી જ 6,000 શિક્ષકો માસ સીએલ ઉપર છે. જેના પગલે શાળાઓમાં ખંભાતી તાળા લટકી રહ્યાં છે.છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ સંગઠનો દ્વારા જૂની પેન્શન યોજના સહિત અલગ અલગ 14 જેટલી માગો ગુજરાત સરકાર સામે રાખવામાં આવેલી હતી. જે પૈકી 10 જેટલી માંગો સ્વીકારાયા બાદ મુખ્ય જૂની પેન્શન યોજનાની શિક્ષકોની માગ ન સ્વીકારતા આજે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત પ્રાથમિક શિક્ષણ બંધ જોવા મળ્યું છે. ગિરીશભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ સાબરકાઠાં દ્વારા જણાવાયું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષક સંઘની માગ અંગે ચોક્કસ પગલાં નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. All primary schools in Gujarat closed, Primary Teachers on Mass CL in Sabarkantha , Gujarat Prathmik Shikshan Sangh, Teachers Demand for Old Pension Scheme
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST