અબડાસા બેઠક પર પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો વિજય, કેટલી લીડથી વિજેતા બન્યાં જૂઓ - પ્રદ્યુમ્નસિંહ જાડેજા
કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં અબડાસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા વિજેતા (Pradyumansinh Jadeja Wins Abadasa Seat)બન્યા હતાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ કુલ 80195 મત તો કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ જતને 70764 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા 9431ની લીડથી વિજેતા બન્યા હતાં અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અબડાસાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને પક્ષે ફરી ટિકિટ આપી (Gujarat Assembly Election 2022 Results )વિશ્વાસ મૂક્યો હતો અને ફરીથી તેઓ વિજય બન્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST