ગુજરાત

gujarat

ETV Bharat / videos

ટ્રેન અકસ્માતના બનાવો વધ્યા, નવસારીમાં એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચડતા યુવાનનું મૃત્યુ - Porbandar Mumbai Express train accident

By

Published : Dec 27, 2022, 4:23 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

નવસારીના વેજલપુર વિસ્તારના શ્યામનગર જે પરપાંત્રીય વિસ્તારમાં સતત લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને સામેની સાઇડે જતા હોય છે. આવી બેદરકારીનું પરિણામ કોઈક વાર ગંભીર આવતું હોય છે, ત્યારે બપોરના સમયે પોરબંદર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનની (Porbandar Mumbai train accident) અડફેટે એક અજાણ્યો રાહદારી આવતા ઘટના સ્તરે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ગંભીર અકસ્માત સર્જાતા પોરબંદર મુંબઈ એક્સપ્રેસ ટ્રેન કલાક સુધી મોડી પડી હતી અને ઘટના સ્તર પર અકસ્માત જોવા માટે લોક ટોળા (Accident near railway tracks in Shyamnagar) ભેગા થઈ ગયા હતા. નવસારી જિલ્લામાં 13 ડિસેમ્બરથી આજ સુધી સાત જેટલી ટ્રેન અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. આત્મહત્યા કે અકસ્માતની ઘટનામાં વધારો થતા રેલવે પોલીસની કામગીરીની વધે છે. સાથે જ સમયસર ચાલતી રેલવેને પણ અકસ્માતના સ્થળ પર ઘણો સમય રોકાવું પડે છે. (train accident Youth dies in Navsari)
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details