નવસારીમાં રાજકીય પાર્ટીઓને પોસ્ટર્સ હટાવાયા, વહીવટી તંત્ર આવ્યું એક્શન મોડમાં - Model Code of Conduct
કેન્દ્રિય ચૂંટણી પંચે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ત્યારથી જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. ત્યારે હવે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લામાં રાજકીય પાર્ટીઓના પ્રચાર પ્રસાર કરતા બેનર્સ અને પોસ્ટર્સ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે શહેરની દિવાલો પર રાજકીય પક્ષોના બેનર્સ હટાવી લેવા આદેશ આપ્યા છે. ત્યારે હવે લૂન્સી કોઈ, જૂનાથાણા, વિજલપુર નગરપાલિકાના પટાંગણ સહિતના વિસ્તારોમાં લાગેલા તમામ રાજકીય બેનરોને હટાવી લેવામાં આવ્યા છે. Political Posters Banners removed in Navsari before Gujarat Election Election Commission of India Model Code of Conduct
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST