ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાંગ જિલ્લામા વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ જવાનો તૈનાત

By

Published : Aug 2, 2022, 5:26 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

ડાંગઃ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસતા (Gujarat Rain Update )જિલ્લામાં ઠેર-ઠેર ભેખડો પડી ગયેલ (ભુ સ્ખલન) થયેલ સાથે રોડ (Monsoon Gujarat 2022 )ઉપર ઝાડો પડી જવા, ભુવો પડી(Rain In Gujarat ) જવા, રોડ ખોદાય જવા વગેરેની વિકટ પરીસ્થિતિ સર્જાયેલ હતી. જેમા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય(Heavy rain in Dang) કામગીરી કરવામા આવી છે. જિલ્લામા વાહન વ્યવહારનું યોગ્ય નિયમન (Dang Police)થાય કોઇ જાન-માલનુ નુકશાન ન થાય તેમજ જરુરીયાતવાળા લોકોને મદદ મળી રહે તે માટે જિલ્લા વિસ્તારમાં કોઝ-વે, પુલીયા, ધોધ, વિવિધ ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો જેમ કે, શીવ ઘાટ, પમ્પા સરોવર,શબરીધામ, સાપુતારા,ગીરાધોધ, વઘઈ બોટનીકલ ગાર્ડન, ગીરમાળ ધોધ, ઉપર પોલીસ જવાનો 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં કુલ 370 થી વધુનો સુરક્ષાબળ તૈનાત કરવામા આવ્યો છે. સાપુતારા ઘાટમા મોટા પ્રમાણમાં ભુ-સ્ખલન થયેલ હતુ. જે સ્થળ ઉપર તાત્કાલીક પોલીસ માણસો ગોઠવી દઈ વાહન વ્યવહાર ડાયવર્ટ કરી દેવામા આવ્યો હતો. તેમજ માટી-પથ્થરો ખસેડવાની કામગીરી કરવામા આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details