Gondal Prostitution Case: 2 યુવતીઓ માટે પોલીસ આ રીતે બની દેવદૂત - Gondal Prostitution Case
રાજકોટ : ગોંડલના પોશ ગણાતા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ધમધમી રહેલા કૂટણખાના (Police Raids on Brothels) પર પોલીસે દરોડો પાડી રાજકોટ અને કલકત્તાની બે યુવતીને મુક્ત કરાવી હતી. રાજકોટના ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટમાં કૂટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી મળતા DYSP પ્રતિપાલસિંહ ઝાલાની સૂચનાથી સ્ટેશન પ્લોટ શેરી નંબર 4માં એક મહિલાના ભાડાના મકાને ડમી ગ્રાહક મોકલી દરોડા (Gondal Crime Case) પાડવામાં આવતા કુટણખાનું ઝડપાયું હતું. અહીં રાજકોટ અને કલકત્તાની બે યુવતીઓને દેહવેપારના (Gondal Prostitution Case) ધંધામાં ધકેલી દેવામાં આવી હોવાની બાબત સામે આવતા બંને યુવતીઓને મુક્ત કરાવી હતી. એક મહિલા દેહવેપારના ધંધામાં દલાલીનું કામ કરી હતી. તો એક પુરુષની ધરપકડ પણ કરી ઈમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3,4,5 મુજબ ગુનો (Rajkot Crime Case) નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલમાં દેહવેપારના ધંધા માટે ભાડે રાખવામાં આવેલા મકાનમાલિકને પણ બોલાવી પૂછપરછ હાથ ધરી છે. કુટણખાનું ઝડપાયું ત્યાં ઊંચા ભાવે મકાન ભાડે આપવામાં આપતા હોવાની પણ લોકોમાં ચર્ચાઓ છે. દેહવિક્રયના ધંધામાંથી મુક્ત થયેલી યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ચંદ્રિકા એક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા લેતી હતી અને બન્ને યુવતીઓને એક ગ્રાહકદીઠ માત્ર પાંચસો રૂપિયા આપતી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST