નવરાત્રીમાં ખુની ખેલ, વિસ્તારમાં દહેશત - Murder case in Meghaninagar
અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં દુકાનનું પોસ્ટર ફાડવા બાબતે થયેલા ઝઘડામાં (murder case in Ahmedabad) એક યુવકની હત્યા નિપજાવ્યાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ કસ્ટડીમાં ઊભેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે માઈકલ શર્મા, અચલ કુમાર અને મંકુ શર્માએ સામાન્ય ઝઘડામાં વિશાલ ગુપ્તા નામના યુવકની હત્યા કરી નાખી છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, નવરાત્રીના ગરબા જોવા માટે વિશાલ ગુપ્તા અને તેના બે મિત્રો ભાર્ગવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ત્રણેય શખ્સો તેમની નજીક આવ્યા અને દુકાનમાં લગાવેલું પ્લાસ્ટિકનું પોસ્ટર ફાડવા બાબતે ઝઘડો કરીને ત્રણેય મિત્રોને મારવા લાગ્યા હતા. પેટ, કમરના ભાગેથી ખંજર કાઢીને (Murder case in Meghaninagar) અનિકેતને મારવા જતા વિશાલ ગુપ્તા છોડવા વચ્ચે પડ્યો હતો. જેથી આરોપીઓએ વિશાલ ગુપ્તા પર છરીથી હુમલો કર્યો. જેમાં વિશાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યા કેસની તપાસમાં સામે આવ્યું કે, આરોટી માઈકલ શર્માની પત્નીનું બ્યુટી પાર્લરની દુકાન આવેલી છે. આ દુકાન પર પ્લાસ્ટિકનું પોસ્ટર લગાવ્યું હતું. આ પોસ્ટર કોઈએ ફાડી નાખતા આરોપીઓને શંકા હતી કે પોસ્ટર વિશાલ ગુપ્તા અને તેના મિત્રોએ ફાડ્યું છે. જેથી ઝઘડો કરી આરોપીઓએ વિશાલ ગુપ્તાની હત્યા કરી હતી. હાલમાં મેઘાણીનગર પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. poster tearing down Killed in Meghaninagar, Ahmedabad Crime Case
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST