તસ્કરોને પકડવા પોલીસે કમર કસી, 21 બાઈક ચોરીનો ઉકેલાયો ભેદ - Sabarkantha Crime News
સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધતી જતી બાઇક ચોરીને (theft case in Sabarkantha) ઝડપી લેવા પોલીસે કમર કસી હતી. જે દરમિયાન વડાલી ઇડર રોડ ઉપર માથાસુર પાસે બાતમીના પોલીસે વડાલી તરફથી આવી રહેલા બે બાઈક સવારોને અટકાવી બાઈકના કાગળ માગતા તેવો કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા, ત્યારે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરતા બંને આરોપીઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના રહેવાસી હતા. તેમજ ઈડરમાં લાલોડા તેમજ કાનપુર ગામે ખેત મજૂરી કરી બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા બંને આરોપીઓએ અલગ અલગ ગામમાં 21 જેટલી ચોરીની (Sabarkantha Crime News) બાઈકો સંતાડેલી હતી. તે પણ ઝડપી લઇ 4 લાખથી વધારેનો મુદ્દામાલ સાથે બંનેની અટકાયત કરી છે. જોકે બંને આરોપીઓ ભરત શિવા પારગી તેમજ વિક્રમ ખેર હોવાનું ખુલ્યું છે. જોકે આ બંને આરોપીઓ ઈડર તેમજ ખેડબ્રહ્મા ખાતે અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે. સાથોસાથ આગામી સમયમાં હજુ અન્ય (Sabarkantha Police) ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી પણ સંભાવનાઓ છે. (bike theft case in Sabarkantha)
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST