ગુજરાત

gujarat

ETV Bharat / videos

Jagannath Rathyatra in Patan : રથયાત્રાને લઈને પોલીસનો માર્ગ પર રોમાંચક ફ્લેગમાર્ચ

By

Published : Jun 20, 2022, 3:16 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

પાટણ : ગુજરાતની બીજા નંબરની અને દેશની ત્રીજા નંબરની પાટણની (Jagannath Rathyatra in Patan) ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે પાટણના જાહેર માર્ગો ઉપર નીકળવાની છે. ત્યારે પાટણ જિલ્લા પોલીસ તંત્ર અત્યારે સક્રિય બન્યું છે. પાટણના રથયાત્રાના રૂટ ઉપર એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 100 જેટલા અધિકારીઓ અને પોલીસની 15 જેટલી ગાડીઓએ (Ashadhi Bij 2022) શહેરના જગદીશ મંદિરથી હિંગળાચાચર, બગવાડા દરવાજા, સુભાષચોક, જુના ગંજ બજાર, રતન પોળ, ખોખરવાડો, મોટીસરા થઈ જગદીશ મંદિર સુધીના આખા રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસ તંત્ર દ્વારા યોજવામાં આવેલી આ ફ્લેગમાર્ચમાં LCB, SOG, એ અને બી ડિવિઝન પોલીસ તેમજ અન્ય પોલીસ સ્ટાફનો કાફલો જોડાયો હતો. સમગ્ર બજારમાં પોલીસ ફ્લેગમાર્ચના દ્રશ્યોએ (Police flag march in Patan) રોમાંચ ઊભો કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details