ગુજરાત

gujarat

ETV Bharat / videos

GSRTC બસો ઉપડી ગયા બાદ એજન્ટો ટ્રિપ કેવી રીતે કેન્સલ કરાવતા જૂઓ - GSRTC Buses Surat Fraud

By

Published : Jun 6, 2022, 1:12 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

સુરત : GSRTCના મેનેજરનો પાસવર્ડ મેળવીને બસોની ટ્રીપ કેન્સલ કરી 6 લાખની ઠગાઈ (Surat Fraud Case) મામલે સાયબર ક્રાઈમ દ્વારા 5 આરોપીઓની કરાઈ ધરપકડ છે. બસો ઉપડી ગયા બાદ આરોપી એજન્ટો ટ્રીપ કેન્સલ કરતા હતા. મળતી માહિતી મુજબ ST ના વિભાગીય કચેરી દ્વારા આપવામાં આવેલા GSRTC ના યુઝરનેમ તથા પાસવર્ડની એજન્ટો દ્વારા ગમે તે રીતે ચોરી મેનેજરની પરવાનગી વગર આરોપીએ મેનેજરના યુઝરનેમ તથા પાસવર્ડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો. આરોપી એજન્ટોએ યુઝરનેમ માંથી 2 ટ્રીપ કેન્સલ કરી GSRTC ના કુલ-11 એજન્ટોએ 1.57 લાખ રિફંડ મેળવી લઇ GSRTC સાથે છેતરપિંડી (Surat GSRTC Fraud) કરી 6 લાખનું GSRT ને નુકસાન કરાવ્યું હતું. છેતરપિંડીની જાણ થતાં જ ST ના મેનેજર દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા વિપુલ મોહનીયા, ચિંતન પંચાલ, કુલદીપસિંહ જાડેજા, સુરેશ નલવાયા, અનવર આકબાણી ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક બસ કંડેકટર પણ છે. આ આરોપીઓ પાસે થી 5 મોબાઇલ કબજે લેવાયા છે. સુરત ST ડેપોમાં જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તેને લઈને સુરત પોલીસ દ્વારા રાજ્યના અન્ય ST ડેપોમાં પણ આ રીતે કૌભાંડ (GSRTC Buses Surat Fraud) આચરવામાં આવ્યું છે કે કેમ તે અંગે (Surat Crime Case) તપાસ શરૂ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details