24 લાખની કેશથી ભરેલું ATM તણાયું પત્તાના મહેલની જેમ પડ્યું - ઉત્તરાખંડ મોનસુન 2022
વિકાસનગર ઉત્તરાખંડના ઉત્તરકાશીના પુરોલા વિસ્તારમાં કુમોલા નદીના વહેણને કારણે આઠ દુકાનો ધોવાઈ ગઈ હતી. જેમાં બે જ્વેલરી શોપનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પંજાબ નેશનલ બેંકનું એટીએમ પણ ધોવાઈ ગયું હતું. આ ATMમાં 24 લાખ રૂપિયા જમા થયા હતા. ઉત્તરકાશી જિલ્લાના પુરોલામાં ભારે વરસાદનો Heavy Rain In Himachal Pradesh કહેર જોવા મળ્યો છે. અહીં કુમોલા નદી ગાંડીતુર થતા અનેક જગ્યાઓ પર તારાજી desolation situations ઊભી થઈ છે. ભારે વરસાદને કારણે આઠ દુકાનો ધોવાઈ ગઈ હતી. આ ઉપરાંત એક PNB ATM (PNB ATM Swept Away in Purola) પણ ધોવાઈ ગયું હતું. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. તંત્રના અધિકારીઓ સ્થળ પર જઈને કામગીરી કરી હતી. ઉત્તરકાશીના પુરોલા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે કુમોલા ગઢના પાણીના સ્તરમાં અચાનક વધારો થયો હતો. કુમોલા રોડ પર આવેલી બે જ્વેલર્સની દુકાનો સહિત આઠ દુકાનો ધોવાઈ ગઈ હતી. એટલું જ નહીં પંજાબ નેશનલ બેંકનું એક ATM પણ અહીં તણાઈ ગયું હતું. જેમાં કુલ રૂપિયા 24 લાખ જમા કરાયા હતા. આવી સ્થિતિને કારણે બેંકને મોટું નુકસાન થયું હોવાની પણ વાત સામે આવી છે. PNB બ્રાન્ચ મેનેજર ચંચલ જોશીના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે જ આ ATMમાં 24 લાખ રૂપિયા જમા થયા હતા. ઘણા રહેણાંક મકાનો અને દુકાનો જોખમમાં છે. પુરોલા તાલુકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આ સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોને નજીકના ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આ સિવાય અન્ય સ્થળોએ પણ વરસાદને કારણે નુકસાન થયાના અહેવાલ છે. ભૂસ્ખલનના કારણે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. દરેક જગ્યાએ વાહનો ફસાયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST