મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે મતદાન કર્યુ - મતદાન કરવા અપીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માટે બીજા તબક્કાના મતદાન (Second Phase Poll ) માં મુખ્ય દંડક પંકજ દેસાઈ (Pnakaj Desai ) અને કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે મતદાન (Arjunsinh Chauhan Vote ) કર્યુ હતું. ખેડા જિલ્લાના નડીયાદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ પત્ની મારૂલબેન સાથે મતદાન કર્યુ હતું. મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે તેમણે મતદાન કરવા અપીલ (Appeal to vote ) કરી હતી. મહેમદાવાદના વાંઠવાડી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે પત્ની નીતાબા સાથે રહીને વાંઠવાડી કન્યા શાળા ખાતે મતદાન કર્યું હતું. મતદાન કરવા સાથે તેમણે ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST