ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્ર, નરેન્દ્ર અને ભૂપેન્દ્રના ત્રિવેણી સંગમ પર મોદીએ કરી મતઅપીલ - Surendranagar BJP

By

Published : Nov 21, 2022, 2:02 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

સુરેનદ્રનગર ભાજપના પ્રચાર હેતું આવેલા વડાપ્રધાન મોદીએ (Gujarat Assembly Election 2022) પોતના અંગત કામની વાત કરીને લોકોને મત અપીલ કરી હતી. જોકે, અંતમાં તેમણે એક સરસ પ્રાસ બેસાડીને લોકોને ભાજપને જીતાડવા માટેની (PM Modi Election Campaign) વાત કહી હતી. જોકે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓની સાથે અલગ અંદાજમાં વડાપ્રધાન મોદી મત (PM Modi Surendranagar) અપીલ કરી રહ્યા છે. જોકે, તમામ પ્રચાર સભાઓમાં તેમણે યુવાનો પર વિશેષ ભાર મૂક્યો છે. ખાસ કરીને જેઓ પહેલી વખત મત આપવા માટે જઈ રહ્યા છે. આ સિવાય પણ જેમની ઉંમર 25 વર્ષ થઈ રહી છે કે, હાલમાં છે. તેમને ભાર દઈને કહ્યું હતું કે, આ કોઈ પાંચ વર્ષની સરકાર નથી. સરકાર સામે તમારો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. આ સાથે તેમણે જેમ લોકો તીર્થયાત્રા કરવા જાય અને જે પ્રથાને અનુસરે છે એ પ્રથાનો ઉલ્લેખ કરીને ઘરે બેઠેલા લોકો સુધી મત અપીલ પહોંચાડી છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details