વડાપ્રધાને બચાવ કામગીરી કરનાર જવાનોના કર્યા વખાણ : CR પાટીલ - PM મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી
રાજકોટ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપ સી.આર.પાટીલે મોદીની મુલાકાત અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાને મોરબી ઝૂલતા પુલની હોનારત અંગે શું સુચનો આપ્યા અને શાંતવના આપી એ બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વડાપ્રધાનએ હોસ્પિટલમાં રહેલા દર્દીઓની પણ મુલાકાત કરી દર્દીઓને શાંતવના આપી અને હોસ્પિટલમાં રહેલા ડોક્ટરોને પણ સૂચના આપી હતી. વડાપ્રધાનએ અધિકારીઓને આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી છે. જે પણ લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવા સુચના આપી છે. વડાપ્રધાને જે લોકોના પરિવાર જેમના પરિવારમાં મૃત્યુ પામ્યા છે તેમના પર પણ વિશેષ ધ્યાન આપવા કહ્યું છે. વડાપ્રધાને તંત્રના કામ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સેનાની ત્રણેય પાંખના જવાનોને પણ ત્યા મોકલી તે બાદ કરેલી કામગીરી અંગે પણ વાતચીત કરી પણ કરી હતી. જેમાં સેનાની કામગીરી અંગે પણ માહિતી મેળવી તેમણે અન્ય મદદ કરનારાઓની પણ પ્રશંસા કરી હતી. Gujarat State President Morbi Hanging Bridge Collapsed Prime Minister visit Morbi Morbi Cable Bridge PM modi gave Instruction to Doctors PM Modi visited Morbi Instructed the officials to investigate the case
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST