ગુજરાત

gujarat

ETV Bharat / videos

PM મોદી પહેલા CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અંબાજી, કેમ જૂઓ - અંબાજી મંદિરે CM પટેલે નિરક્ષણ કર્યું

By

Published : Sep 26, 2022, 10:44 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

અંબાજી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શક્તિપીઠ અંબાજીના દર્શને (CM Bhupendra Patel visits Ambaji) પહોંચ્યા હતા. મંદિરના વહીવટદાર તેમજ આગેવાનો દ્વારા ખેસ કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સિદ્ધિવિનાયક દર્શન કરી નિજ મંદિરમાં પૂજા કરી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. પૂજા બાદ મુખ્યપ્રધાન સાથે મંદિરની ઓફિસમાં મીટીંગ યોજી હતી. તેમજ અંબાજીમાં આગામી 30 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી અંબાજી (PM Modi visit Gujarat) પધારી રહ્યા છે. ત્યારે તેમના આગમનને લઈને કરેલી વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. સૌ પ્રથમ તેઓ ગબ્બર ખાતે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા અંગે તેમને સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને મંદિરની ઓફિસમાં મીટીંગ યોજી અને નરેન્દ્ર મોદી અંબાજી પધારી રહ્યા છે, ત્યારે તેમના આગમનને (ambaji temple inaugurated by CM Patel) લઇ કરેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ચીખલીમાં વડાપ્રધાન જાહેર સભા સંબોધવાના છે. તેને લઈને સ્થળે કરેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તમામ અધિકારીઓ મુખ્યપ્રધાનો તેમજ સંસદ સભ્યો સાથે બેઠક યોજી જરૂરી સુચનો કર્યા હતા. તેમજ કાર્યક્રમ સુચારુ રૂપથી પરિપૂર્ણ સફળતાપૂર્વક બહાર પડે તેવા સૂચનો કર્યા હતા. (PM Modi visits Ambaji temple, PM Modi arrival Preparations in Ambaji
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details