હરિના શરણે હીરાબા : PM મોદીએ આપી મુખાગ્નિ - Heeraba passed away
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીની તબિયત બગડતાં તેમને યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યારે આજે વહેલી સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ (PM Modi mother Heeraba passed away) લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતા હીરાબા મોદીનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ યાત્રામાં (pm modi mother last ride )જોડાયા હતા. તો ગાંધીનગરના સ્મશાન ગૃહમાં સ્વ. હીરાબા મોદીની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને માતાને અગ્નિદાહ આપ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST