ગુજરાત

gujarat

ETV Bharat / videos

PM મોદીના માતાની દીર્ઘાયુ માટે વતનમાં પૂજા અર્ચના - હીરાબાની તબિયત

By

Published : Dec 28, 2022, 8:03 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

મહેસાણા : PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત (PM Modi mother Hiraba Health) થતાં તેમને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાં હીરા બાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા તેમના વતન વડનગર ખાતે નગરજનો ચિંતાતુર બની તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો આવે તે માટે વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજારી દ્વારા શિવાલય પર જળાભિષેક સાથે પૂજા અર્ચના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Hiraba health Pooja temple in Vadnagar) અને તેમના પરિવારજનો તમામ સુખ દુઃખની પરિસ્થિતિ પર હાટકેશ્વર દાદા પર અપાર શ્રદ્ધા વિશ્વાસ રાખી દર્શન પૂજન કરતા હોય છે, ત્યારે આ વખતે મોદી પરિવારના મોભી સમાન હીરા બાના સ્વાસ્થ્ય પર આવેલા સંકટને ટાળવા હાટકેશ્વર મંદિર પરિસરમાં નગરજનો અને સ્નેહીજનો એકત્ર થઈ સામૂહિક પ્રાર્થના અર્ચના, મંત્રોચ્ચાર કરી ભગવાન પાસે હીરા બાના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. (Hiraba admitted to UN Mehta Hospital)
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details