PM Modi gujarat Visit: વડાપ્રધાને બનાસકાંઠાના ખેડૂતોને પાણીની સમસ્યા ઉકેલવા શું કહ્યું જાણો - PM Modi gujarat Visit
બનાસ ડેરીના નવા સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Banaskantha Visit) સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા જિલ્લામાં ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું કામ બનાસકાંઠાએ કર્યું છે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav )છે. આઝાદીના 75 વર્ષ થયા છે. મારી બનાસકાંઠા જિલ્લાને વિનંતી છે કે 75 મોટા તળાવ બનાવો. બનાસકાંઠાની આ સૂકી જમીનમાં જ્યાં તણખલું પણ ન થતું હોય એવી ધરતી આપણે ત્યાં પડી છે. 75 મોટા તળાવ બનાવીએ કે વરસાદી પાણી વહી ન યા તે માટે તળાવમાં ભેગું કરો. આ પાણીથી આ ધરતી અમૃતમય બની જશે એટલા માટે મારી અપેક્ષા છે. આ જૂન મહિના પહેલાં વરસાદ આવે તે પહેલા આગામી બે ત્રણ મહિનામાં અભિયાન ઉપાડીએ કે 2023માં આ આઝાદીના અમૃત મહોત્સવમાં એક વર્ષમાં એકલા બનાસકાંઠામાં ઓછામાં ઓછા 75 મોટા તળાવો બનાવીએ અને પાણીથી ભરીએ. તો આપણે આજે જે પાણીની નાની મોટી તકલીફો પડે છે તેમાંથી બહાર આવી જઇશું. હું તમારો અનન્ય સાથી છું એટલે તમારા સાથી તરીકે બાજુમાં ઉભા રહીને કામ કરવા માગું છું. ભારતના આ બોર્ડર જિલ્લાનો વિકાસ કેવી રીતે થાય તે ઉદાહરણ ગુજરાતે પુરુ પાડ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST