કચ્છના કલાકારોમાં કણકણમાં કલાની કારીગરી, પથ્થરમાં મોદી! - happy birthday modi
કચ્છ ભૂમિ અને કચ્છના કલાકારોના કણકણમાં કલાનો વાસ છે અને કચ્છના કલાકારો અવાર નવાર રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી રહ્યા છે. આવી જ રીતે ભુજના જાણીતા ચિત્રકાર લાલજી જોષી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ (PM Modi birthday) નિમિત્તે પથ્થર પર નરેન્દ્ર મોદીનું ચિત્ર કોતરીને બનાવવામાં આવ્યું છે. ચિત્રકાર લાલજી જોષી નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના વિચારોથી પ્રભાવિત છે. લાલજી જોષી દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસે પથ્થર પર કોતરણી કરીને નરેન્દ્ર મોદીનું ચિત્ર કંડારવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ચિત્રકાર લાલજી જોષી છેલ્લા 25 વર્ષોથી ચિત્રકામ કરી રહ્યા છે. ત્યારે આ ચિત્ર હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. pm modi birthday gifts, Narendra Modi picture stone in Kutch,happy birthday modi
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST