નાના અંબાજી તરીકે ઓળખાતા અંબિકા મંદિરમાં ભક્તોનું ઘોડા પૂર જોવા મળ્યું - અંબિકા મંદિર
સાબરકાંઠા અંબિકા માતાનું આ મંદિર 11મી સદી આસપાસ બંધાયેલ છે.Sabarkantha Ambika temple દર વર્ષે ભાદરવી પૂનમ નિમિતે મેળા દરમિયાન ઘણાં યાત્રીઓ અહીં આવે છે. તેને નાના અંબાજી મંદિર તરીકે Ambaji templeપણ ઓળખવામાં આવે છે. કાર્તિકી પૂનમ વખતે પણ અહી મેળોભરાય છે. અહીં પોષ પૂનમના મેળાનું મહત્વ છે કારણકે તે દિવસે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવણ સુદ પૂનમ અને ભાઈ બહેનનાં પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી અનેરો લાહવો લીધો હતો. દેવી દેવતાઓનું શક્તિપીઠ યાત્રાધામ એટલે નાના અંબાજી તરીકે ઓળખાતું ખેડબ્રહ્મા ધામ યાત્રીઓથી ભરપૂર જોવા મળ્યું હતું. મોટા અંબાજી જતા સમયે ખેડબ્રહ્મા ખાતે બિરજમાન અંબીકા માતાજી ભક્તોની Sabarkantha Ambika Temple મનોકમના પૂર્ણ કરતી હોય છે. પૂનમના દિવસે માતાજીનાં દર્શનાર્થે આવતાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીનાં દર્શને આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ઉભી ન થાય તેને લઇ ખાસ તૈયારી કરવામાં આવી છે. મંદિર પ્રસાશન દ્રારા માતાજીનાં દર્શને આવતા ભક્તો માટે રહેવા જમવા અને ગાડી પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST