New Year 2024: ક્રૂઝમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની જમાવટ, પ્રવાસીઓ થયાં અભિભૂત, જુઓ વીડિયો - Happy new year
Published : Jan 1, 2024, 12:48 PM IST
નર્મદા: 31st ડિસેમ્બરની ઉજવણી એટલે કે વીતેલા વર્ષને વિદાય આપીને નવા વર્ષને આવકારવાનો અવસર. દેશ, દુનિયાની સાથે ગુજરાતના અનેક શહેરોમાં થર્ટી ફર્સ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કંઈક વિશેષ અને ધમાકેદાર ઉજવણી થઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી ગુજરાત જ નહિં પરંતુ ગુજરાત બહારના લોકો પણ SOU આકર્ષી રહ્યું છે. ખાસ તો અહીં અનેક આકર્ષણો છે પરંતું નર્મદા રિવર પર તરતી ક્રુઝ સૌ કોઈ માટે વધારે આકર્ષણ જન્માવ્યું હતું. આમ તો ક્રુઝની મજા માણવા લોકો ગોવા કે વિદેશ જતા હોય છે, પરંતુ હવે એકતાનગર માજ ક્રુઝની મજા માણી શકાય છે. નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ક્રૂઝમાં ઉમટી પડ્યાં હતાં અને ડીજે ના તાલ પર મનમુકીને ઝુમ્યા હતાં.