ગુજરાત

gujarat

patient-stuck-in-108-ambulance-in-bhuj-for-half-an-hour

ETV Bharat / videos

Kutch News: 108 એમ્બ્યુલન્સમાં દર્દી અડધો કલાક સુધી ફસાયો, જુઓ વીડિયો - 108 ambulance in Bhuj for half an hour

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 7:24 PM IST

કચ્છ:ભુજમાં 108 એમ્બ્યુલન્સમાં પેસેન્ટ અડધી કલાક સુધી ફસાયો હતો. આદિપુરથી ભુજ જી.કે જનરલમાં ઇમરજન્સી સારવાર માટે આવેલ દર્દીને એમ્બ્યુલન્સનો દરવાજો ન ખુલતા અડધી કલાક સુધી સારવાર માટે તડપવું પડ્યું (Patient stuck in 108 ambulance in Bhuj half an hour) હતું. 108ના એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા લોખંડના હથિયારો વડે અને લાતો મારી મારીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો અડધી કલાક હેરાન થયા બાદ માંડ દરવાજો ખુલ્યો હતો. 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ દરવાજો ખોલવા હેરાન થતો રહ્યો અને જી.કે હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ ઉભા રહી જોતા રહ્યા હતા. જી.કે જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટના અણવહીવટના કારણે દર્દીઓને અનેકોવાર મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details