પાટણ યુનિ.ના પીવાના પાણીના ટાંકામાથી બે ભૂંડના મૃતદેહ મળી આવ્યા - Patan University campus
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના(Patan Hemchandracharya North Gujarat University) કેટલાક વિભાગોમાંથી છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના તેમજ પાણીનાં ટાંકાનાં ઢાંકણાઓ કોઈ જાણભેદુ તત્વો ઉઠાવી જતાં આ બાબતે જે તે વિભાગ દ્વારા યુનિવર્સિટી ની ( Patan University campus) બાંધકામ શાખાને લેખિતમાં રજૂઆત કરી નવીન ઢાંકણા ફીટ કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટી બાંધકામ શાખાની બેદરકારીનાં કારણે આવા ખુલ્લી ભૂગર્ભ ગટર અને પીવાના પાણી માટે નાં ટાંકા ઉપર આજ દિન સુધી નવીન ઢાંકણા ફીટ કરવામાં ન આવતાં ગુરુવારના રોજ યુનિવર્સિટીનાં ભાષા ભવન વિભાગમાં પીવાનાં પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતાં ભવનના અધ્યાપક ડો દિલીપ પટેલ દ્વારા પાણીનાં ટાંકાની( two boars were found in the water tank of patan) સ્થળ તપાસ કરતાં ટાંકામાં બે મૃત હાલતમાં કહોવાયેલ ભૂંડનાં મૃતદેહ જોવા મળતા વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકોમાં અરેરાટી સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. કારણ કે જે ટાંકામાં ભૂંડનાં મૃતદેહ જોવાં મળ્યાં હતાં. તે જ ટાંકામાંથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પાણી પીતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST