પાટણમાં પ્રભુતામાં પગલા માંડતા પહેલા ભાઈ બહેને કર્યું મતદાન
પાટણના ખીમીયાણા-2 પ્રાથમિક શાળામાં(Gujarat Assembly Election 2022) મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મતદાન માટેનો ઉત્સાહ એવો છે કે અહીંના એક ઘરમાં ભાઈ-બહેનના લગ્નનો પ્રસંગ છે, અને આજે ચૂંટણીનો પણ પ્રસંગ (અવસર) છે. તેથી ભાઈ-બહેને પ્રથમ ચૂંટણીના અવસરમાં સહભાગી બનવાનું નક્કી કર્યું અને પ્રથમ મતદાન કર્યું. પાટણના ખીમીયાણા ગામના આ દ્રશ્યો છે. જ્યાં ગામનાં રહેવાસી પટેલ અમીબેન અને પટેલ ચિરાગ બંને ભાઈ-બહેન આજે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. પરંતું તેઓએ લગ્ન પછી અને મતદાન પહેલા એવું વિચારીને પ્રથમ મતદાન(Patan assembly seat ) કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કર્યોં છે. બંને ભાઈ બહેને મતદાન કરીને આજના દિવસે તમામ કામો બાજુ પર મુકીને અચુકથી મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST