હા મોજ હા..રતલામના રેલવે સ્ટેશન પર ગુજરાતીઓએ સૌને મોજ કરાવી, પ્લેટફોર્મ ગરબા પર્ફોમન્સ - રેલવે સ્ટેશનનો ડાન્સ વીડિયો વાયરલ
મુસાફરોનો (Unique style of Passengers) કંટાળો દૂર કરવાની અનોખી રીત રતલામ રેલવે સ્ટેશન પર જોવા મળી હતી. પ્લેટફોર્મ નંબર 4 પર ગુજરાતના મુસાફરોએ જોરદાર ગરબા (Passengers performed Garba at Ratlam Railway Station) કર્યા હતા. જેણે અન્ય લોકોને આ ગરબા જોવા અને તે સાથે નાચવા મજબૂર કર્યા હતા. યાત્રીઓના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ (Passengers dance video goes viral)થઈ રહ્યો છે. વાસ્તવમાં બાંદ્રા-હરિદ્વાર ટ્રેન સમય પહેલા રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી. લાંબા સમય સુધી ટ્રેન ઉભી રહેવાના કારણે મુસાફરો કંટાળી ગયા હતા. તેમનો કંટાળો દૂર કરવા રેલવે પ્લેટફોર્મ પર સામૂહિક ગરબા રમવાના શરૂ કરી દીધા હતા. સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોએ આ ગરબા ડાન્સનો વીડિયો મોબાઈલમાં કેપ્ચર કર્યો હતો. તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST