ગુજરાત

gujarat

ETV Bharat / videos

Panther on Mandvi Kim Marg : કારચાલકે મોબાઇલમાં ઝડપ્યો મસ્ત વિડીયો - panther Viral video

By

Published : Jun 18, 2022, 3:56 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

સુરત જિલ્લા માંડવી કીમ રાજ્યધોરી માર્ગ (panther on Mandvi Kim Marg) પર વરેહ નદીના પુલ પર દીપડો દેખાયો હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોવા મળે છે. અહીંના કાછિયા બોરી ગામની સીમમાં દીપડો દેખાયો હતો. વરેહ નદીના પુલ પર દીપડો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક કારચાલકે દીપડાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. જેમાં ખુંખાર દીપડો આરામથી લટાર મારતો નજરે ચડ્યો હતો. જોકે દીપડા દ્વારા કોઇપણ પ્રકારનું નુકશાન પહોચાડ્યાના સમાચાર મળ્યા ન હતાં. ત્યારે હાલ દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (panther Viral video) થતાં આજુબાજુ ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે શિકારની શોધમાં દીપડાઓ માનવ રહેણાક વિસ્તારમાં આવી ચડે છે. હાલ માંડવી,માંગરોળ,ઉમરપાડા તાલુકાના જંગલમાં અસંખ્ય (panther in Kim area of Surat) દીપડાઓ છે. મોટા ભાગના દીપડાઓ શેરડીના ખેતરમાં જ રહેણાક કરતા હોય છે. ત્યારે હાલ શેરડીનું કટિંગ થઈ ગયું હોવાથી ખેતરો ખુલ્લા થઈ ગયા છે જેથી દીપડાઓ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details