IND VS PAK: આવતીકાલની મેચને લઈને બંને ટીમે કર્યો જીતનો દાવો, જુઓ ગ્રાઉન્ડ પરથી ખાસ અહેવાલ - IND VS PAK
Published : Oct 13, 2023, 5:13 PM IST
|Updated : Oct 13, 2023, 6:43 PM IST
અમદાવાદ: આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ યોજાવાની છે. વર્લ્ડ કપની મેચમાં દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. લાખોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવશે. મેચને લઈને સ્ટેડિયમ સહિત શહેરભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેચને લઈને સુરક્ષાને પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે મેચને જીતવા માટે બન્ને ટીમો સજ્જ છે. બન્ને ટીમો દ્વારા હાલ મેદાનમાં પ્રેક્ટિસ પણ ચાલી રહી છે. આવતીકાલે આ બન્ને ટીમો એકબીજા સાથે અથડાશે. ઉલ્લેખનીય છે કે આ મેચને લઈને અનેક ધમકીઓ પણ આપવામાં આવી હતી. ત્યારે અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
IND VS PAK: ભારત-પાકિસ્તાન મેચમાં ચુસ્ત પોલીસ સુરક્ષા, 5 સ્ટેજમાં તૈયારીઓ, NSG કમાન્ડો તૈનાત
IND Vs PAK: મેચ પહેલા બાબર આઝમે ભારતને T20 વર્લ્ડ કપમાં હારની યાદ અપાવી
TAGGED:
IND VS PAK