પાકિસ્તાનથી આવેલાં મહિલાએ ભારતમાં પહેલી વખત જૂનાગઢમાં કર્યું મતદાન - પાકિસ્તાની મહિલાને ભારતનું નાગરિકત્વ
જૂનાગઢમાં એક મતદાર સૌથી વધુ ચર્ચાનો (Pakistan Origin lady vote in Junagadh) વિષય બન્યાં હતાં. કારણ કે, આ મતદાર પહેલા પાકિસ્તાનનાં નાગરિક હતાં ને આ વખતે પહેલી વખત ભારતમાં (first time vote in India) મતદાન કર્યું હતું. જી હાં મૂળ પાકિસ્તાનના મતદાતા હેમાબેન આહૂજા અત્યાર સુધી પાકિસ્તાનનાં નાગરિક હતાં, પરંતુ જૂનાગઢના મનીષ આહૂજા સાથે તેમનાં લગ્ન થતાં તેઓ હવે ભારતમાં સ્થાયી થઈ ગયા છે. તેમ જ ભારતમાં નાગરિકત્વ મેળવવા માટે તેમણે સતત (Citizenship of India to Pakistani women) પ્રયાસ કર્યા હતા. છેવટે તેમને વર્ષ 2021માં ભારતનું નાગરિકત્વ મળ્યું હતું. તેમણે તેમના જીવનકાળમાં પહેલી વખત ભારતમાં મતદાન કર્યું હતું. આ સાથે જ તેમણે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST