ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત રેલવે સ્ટેશન પર હજારો યાત્રીઓ અટવાયા - સુરત રેલ્વે સ્ટેશન પર યાત્રીઓ

By

Published : Nov 1, 2022, 1:07 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

સુરત : દિવાળીના તહેવારો અને વેકેશન વચ્ચે સોમવારે રાત્રે 8 વાગ્યે અંકલેશ્વર-ભરૂચ રેલવે સેક્શન વચ્ચે 25,000 વોલ્ટનો ઓવરહેડ કેબલ તૂટી પડતા ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર સ્થગિત થઈ ગયો હતો. ટ્રેન વ્યવહાર (Surat railway station) અસરગ્રસ્ત થતા સુરત રેલવે સ્ટેશન પર આવનારી યાત્રીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી હતી. સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર હજારોની સંખ્યામાં યાત્રીઓ ટ્રેનની રાહ જોતા નજરે પડ્યા હતા. રેલવે સ્ટેશન પર આવનારી યાત્રીઓએ જણાવ્યું હતું કે, તેઓ સાતથી આઠ કલાકથી (overhead cable train broke Surat) ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. યાત્રીઓ પરિવાર સાથે વેકેશનમાં ફરવા જવા નીકળ્યા હતા, પરંતુ રેલવે પ્લેટફોર્મ પર જ તેઓને કલાકો થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈ મુંબઈ તરફથી અમદાવાદ અને દિલ્હી જતો ટ્રેન વ્યવહાર અટકી જતા કલાકોથી સુરત રેલવે પ્લેટફોર્મ પર યાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. (Surat railway station Passengers are stuck)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details