Opposition Unity Meeting: વિપક્ષ એકતા બેઠકમાં થયો નિર્ણય, લાલુ યાદવની સલાહ પર લગ્ન કરશે રાહુલ ગાંધી! - yadav advise rahul gandhi for marriage at patna
પટના:પટના ખાતે યોજાયેલી વિપક્ષની એકતા બેઠક બાદ આયોજિત પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીના લગ્નનો મામલો ઉઠ્યો હતો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ દરમિયાન તેમની વધી ગયેલી દાઢીને નીતીશ કુમાર યાદ કરતા લાલુ યાદવે રાહુલ ગાંધીને સીધી લગ્નની સલાહ આપી દીધી હતી. લાલુ યાદવે કહ્યું કે હજુ ઉમર નથી વીતી ગઈ અને લગ્ન કરી લેવા જોઈએ. જોકે રાહુલ ગાંધીને લગ્નની વાત પૂછતાં તેઓ માથું હલાવીને 'હા'માં ઈશારો કર્યો હતો. લાલુ યાદવે કહ્યું કે તમે લગ્ન કરી લો, અમે બારાતીમાં જઈશું. તમારા મમ્મી પણ કહે છે કે તે મારી વાત સાંભળતો નથી. અમારી વાત સાંભળો અને લગ્ન કરો.
રાહુલ ગાંધીના કર્યા વખાણ:ઉલ્લેખનીય છે કે આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીની પણ પ્રશંસા કરી હતી. લાલુ યાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ ભારતનો પ્રવાસ કરીને સારું કામ કર્યું છે.તેની સાથે લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવીને પણ સારું કામ કર્યું છે. લાલુ યાદવે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી હતી. ત્યાં તેમણે કહ્યું કે દેશની જનતા કહે છે કે વોટ તમારો છે પણ તમને નથી મળતો. મતનું વિભાજન થાય છે. આગળનો કાર્યક્રમ કેવો હશે તેની ચર્ચા કરીશું. આગામી બેઠક શિમલામાં યોજાશે.
વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર: આ સાથે તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશ વિઘટનના આરે છે. પીએમ મોદી અમેરિકામાં ચંદનનું વિતરણ કરી રહ્યા છે. હનુમાનજીએ તેને કર્ણાટકમાં ગદા વડે માર્યો હતો. હવે હનુમાનજી અમારી સાથે છે. કર્ણાટકમાં હનુમાનજી ભાજપથી નારાજ થયા, રાહુલજીની પાર્ટી જીતી.