ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે બાઇક અકસ્માતમાં એકનું મોત, એક ઇજાગ્રસ્ત - કારેલીબાગ વુડા સર્કલ પાસે અકસ્માત

By

Published : Nov 29, 2022, 1:19 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ (Vadodara Karelibagh vooda Circle) પાસે બાઇક અકસ્માતમાં (Bike accident In vadodara) થયો હતો જેમાં એકનું મોત થયું છે અને એક ઇજાગ્રસ્ત થયો છે. મોડી રાત્રીના સમયે અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે.શહેરના વીઆઇપી રોડ પર વુડા સર્કલ પાસે ગત (accident near Karelibagh vooda Circle ) મોડી રાત્રે બાઇક પર જઇ રહેલા બે યુવક ડિવાઇડર સાથે અથડાતા એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજાઓ થઇ હતી. બાઇક સવાર યુવકો કાર સાથે અથડાઇ ન જાય તે માટે ડિવાઇડર તરફ ગયા હતા. દરમ્યાન બાઇક ચાલક સંતુલન ગુમાવતા ધમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મૃતક યુવકનું નામ દિવ્યશ પ્રજાપતિ હોવાનું અને તેની સાથે ઇજાગ્રસ્ત યુવક નિખિલ ભાલેકા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ દોડી આવી હતી. તેમજ મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ જગ્યા ગત મહિને વુડા સર્કલ પર કારેલીબાગ સ્થિત શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં (Shrikrishna Hindi Vidyalaya) અભ્યાસ કરતી ખુશી રાજપૂત નામની વિદ્યાર્થીની પરિક્ષા આપી ઘરે જઈ રહી હતી. ત્યારે ટ્રેક્ટરની અડફેટે તેનું ઇજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પારાવાર વુડા સર્કલ પાસે અકસ્માત સર્જાતા હોઈ સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા અહીં યોગ્ય સ્પીડ બ્રેકર (Speed breaker) કે સિગ્નલ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details