....અને ગુજરાતના આ જિલ્લામાં સરકારની યોજના લોકો માટે સો ટકા સિદ્ધિ ! - Bharuch Govt Yojana
ભરૂચ : સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઘટના ભરૂચમાં આકાર લેવા જઈ રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં સો ટકા (Bharuch Govt Yojana) લાભાર્થીઓને આવરી લીધા છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી કામગીરી કરવામાં આવી નથી. આ ચાર યોજનામાં કુલ 13 હજાર કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી 12મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે. કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની ગંગા સ્વરૂપ બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ (Bharuch Beneficiaries of Govt Scheme) નાગરિકોને આપવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી ઉત્કર્ષ પહેલ હાથ (Bharuch Govt Yojana) ધરવામાં આવી છે. આ પહેલની સાથે તમામ લાભાર્થીઓને NFSA રેશનકાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST