Diwali 2023: નૂતન વર્ષાભિનંદન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓ આપવા પહોંચ્યા CM ભુપેન્દ્ર પટેલ - વિક્રમ સંવત 2080
Published : Nov 14, 2023, 12:36 PM IST
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને ઉંમગ સાથે નવા વર્ષની ઉજવણી થઈ કરવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે ખાસ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફુલોનો ગુલદસ્તો આપીને અમિત શાહને શુભકામનાઓ પાઠવી હતી અને બંને મહાનુભાવો એકબીજાને ભેટી પડ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આજથી વિક્રમ સંવત 2080નો પ્રારંભ થયો છે, ત્યારે અમિત શાહ સહિત ભૂપેન્દ્ર પટેલ દ્વારા નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે અમિત શાહે પોતાના નિવાસ સ્થાને ખાસ નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ દ્વારા સ્નેહીજનો, સમર્થકો અને મિત્રોને મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લાં ત્રણ દિવસથી ગુજરાતની મુલાકાતે છે.