પોરબંદરમાં ભારતીય નૌકાદળ દ્વારા બેન્ડ કન્સર્ટ કાર્યક્રમ યોજાયો - Navy Day Celebration
પોરબંદર: ભારતીય નૌકાદળ દ્વારા પોરબંદરમાં નેવી ડેની ઉજવણી કરવામાં આવી હતી. (Navy Day Celebration by Indian Navy in Porbandar)ચોપાટી ખાતે ઇન્ડિયન નેવી કન્સર્ટ બેન્ડનો કાર્યક્રમ(Indian Navy Concert Band) યોજાયો હતો. 1971ના યુદ્ધમાં ભારતીય નૌકાદળે પાકિસ્તાનને હરાવી જીત હાંસલ કરી હતી. જેની ઉજવણી દર વર્ષે ચાર ડિસેમ્બરથી 15 દિવસ સુધી કરવામાં આવે છે. જે અંતર્ગત ઇન્ડિયન નેવી કન્સર્ટ બેન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેવીના ઉચ્ચ અધિકારીઓ સહિત નેવીના તમામ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની પ્રજાએ દરિયાના સંગીત સાથે નેવી કન્સર્ટ બેન્ડની મજા માણી હતી.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST