ગુજરાત

gujarat

Navsari Rain News :

ETV Bharat / videos

Navsari Rain News : નવસારીમાં લોકાર્પણના કાર્યક્રમમાં બાંધવામાં આવેલ મંડપ ભારે પવનના કારણે હવામાં ઉડવા લાગ્યો - Etv bharat gujrat navsari mandap udyo

By

Published : Jun 4, 2023, 10:11 PM IST

નવસારી : જિલ્લાના સરપોર ગામે આવાસોના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજરી આપવાના હતા. પરંતુ તે દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે પવન જોવા મળ્યો હતો. જેને લઈને કાર્યક્રમમાં બાંધવામાં આવેલો મંડપ પણ હવામાં ઉડવા લાગ્યો હતો. કાર્યકર્તાઓએ મંડપને પકડી પાટીલ આવે તે પહેલા સરખો કરી દેવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. 

અરબી સમુદ્રમાં સિસ્ટમઃહવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાને કારણે એક અસર જોવા મળી છે. સવારે અમદાવાદ શહેરમાં વાવાઝોડા જેવું હવામાન જોવા મળ્યું હતું. ભારે પવન સાથે વરસાદ થતા જાણે તાઉતે સક્રિય થયું હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર રવિવારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્તા છે. જે આગાહી સાચી પુરવાર થઈ હતી. રવિવારથી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે.

60 કિમી ઝડપે પવનઃહવામાન ખાતાના રીપોર્ટ અનુસાર સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. ખાસ કરીને પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર તથા કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. સવારે 8 વાગ્યાથી ત્રણ કલાક ભારે હોવાની આગાહી હવામાન ખાતાએ આપી હતી.

  1. Valsad Rain: વલસાડ જિલ્લામાં અનેક સ્થળે વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ચિંતા વધી
  2. Banaskantha Unseasonal Rain: બાજરીના પાકમાં ભારે નુકસાન, ગ્રાઉન્ડ રીપોર્ટમાંથી સામે આવી આ વાત

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details