Navsari Rain: નવસારીમાં ભારે વરસાદથી લો લેવલ બ્રિજ થયો પાણીમાં ગરકાવ - Navsari Rain
નવસારી: દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં આવેલા સૂપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા 22 જેટલા ગામોને અસર થઈ છે. પુલ ઉપર પાણી ફરી વળતા સુપા અને કુરેલ ગામ વચ્ચે સંપર્ક તૂટ્યો છે. નવસારી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદે પૂર્ણા નદીને બંને કાંઠે વહેતી કરી છે. જેને કારણે નવસારીમાં સૂપા ગામથી કૂરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જેને લઇને 22 જેટલા ગામો પ્રભાવિત થયા છે સાથે સપા કુરેલનો બ્રિજ ડૂબતા કુરેલ બાદના 10 થી વધુ ગામડાઓ માટે શોર્ટ કટ ગણાતો માર્ગ બંધ થતા ગ્રામીણોએ 15 કિલોમીટર લાંબો ચકરાવો થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થતા તંત્ર દ્વારા અવર-જવર કરવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે કુરેલ ગામેથી એકસપ્રેસ વે પણ પસાર થાય છે. ત્યારે સુપા કુરેલ વચ્ચે પૂર્ણા નદી પરનો લો લેવલ બ્રિજને બદલે નવો ઉંચો બ્રિજ બનાવવાની લાગણી અને માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. સ્થાનિક રોહિતભાઈ દેસાઈ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સોપા અને કુરેલને જોડતો આ લો લેવલ બ્રિજ દર વર્ષે ચોમાસામાં થતા 22થી વધુ ગામો પ્રભાવિત થાય છે. જેથી તંત્ર દ્વારા આવનાર સમયમાં ઊંચો બ્રિજ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની લાગણી અને માંગણી છે.