Navsari News : લોકસભાની ચૂંટણીને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન
નવસારી : ગણદેવી તાલુકાના શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને તાલુકા ભાજપ દ્વારા શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં સી.આર. પાટીલ ઉપસ્થિત રહીને આગામી લોકસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નવસારીના સાંસદ સી.આર. પાટીલે ગત લોકસભાની બેઠક પર જંગી લીડથી વિજય મેળવ્યો હતો. તેમના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યા હતા. સી. આર. પાટીલ રાજનીતિમાં પોતાની કુશળ રણનીતિના માહિર છે. તેથી પોતાના વિરોધીઓને હંમેશા હમ્ફાવતા હોય છે. ખાસ કરીને તેના પોતાના મત વિસ્તારમાં હંમેશા ચાંપતી નજર રાખતા હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવવાથી ફરી જંગી લીડથી જીતે તે હેતુથી નવસારીમાં હાલ તેઓએ પ્રવાસ શરૂ કર્યો છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું કે, કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયું હતું. પાટીલે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા લોકસભાની તમામ બેઠકો 5 લાખ મતોની લીડ સાથે જીતાડવા હાકલ કરી હતી. તેમજ દરેક બેઠક પર ચૂંટણી લડવા ઉભા થયેલા કોઈ પણ પક્ષના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થશે તેવો પાટીલે હૂંકાર કર્યો હતો. આ સાથે જ પાટીલે વિધાનસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતનો શ્રેય પેજ કમિટી અને પેજ પ્રમુખોને આપ્યો હતો. તેમજ કોંગ્રેસને નેતાઓ પણ હવે પેજ કમિટી બનાવવા પ્રયાસ કરે છે. તેવું જણાવી કાર્યકરો ને બિરદાવ્યા હતા.