નવસારીમાં ગણેશવિસર્જન પૂર્વે પોલીસનું ફૂટપેટ્રોલિંગ, જુઓ વીડિયો - Foot patroling in navsari
નવસારી: નવસારી જિલ્લામાં થોડા દિવસો બાદ ગણેશ વિસર્જન આવી રહ્યું છે. નવસારી જિલ્લામાં મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન યાત્રા નીકળતી હોય ત્યારે આ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખીને વિસર્જન રૂટ ની તમામ માહિતી લેવા માટે આજે ઇન્ચાર્જ રેન્જ IG સૌરભ તોલંબિયા નવસારીની મુલાકાતે આવ્યા હતા અને પોતાના સ્ટાફ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મચારીઓ સાથે ગણેશ વિસર્જનનો જે મુખ્ય રૂટ ટાવર થી વિરાવળ ગામમાં આવેલા ઓવારા સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. વિસર્જન રૂટ પર આવતા બજારના વેપારીઓ સાથે રેન્જ IGએ ચર્ચા કરી અને કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને વિસર્જનના બંદોબસ્ત અંગેની તમામ માહિતી લઈ તકેદારી ના પગલાં લીધા હતા. Ganesh visarjan 2022, Navsari Ganesh visarjan,Ganesh visarjan route in navsari
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST