ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવસારીમાં આઇસીયુ મુદ્દે રાખવાના ડોક્ટરોએ દર્શાવ્યો વિરોધ, કરી યોગ્ય નિર્ણય માટે માંગ - અમદાવાદમાં હોસ્પિટલોને નોટીસો

By

Published : Aug 3, 2022, 8:17 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

નવસારી: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલોમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (Intensive care unit) ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો આદેશ કર્યો છે. હોસ્પિટલોને નોટિસ આપીને અઠવાડિયામાં જ ICU ગ્રાઉન્ડ ફ્લોર પર(ICU On the ground floor) શરૂ કરવાની સૂચના આપતા ડૉક્ટરોમાં નારાજગી પ્રસરી હતી. જેથી આજે નવસારીના 300થી વધુ ડોક્ટરોએ હડતાળ(Navsari doctors strike) પર ઉતરી આવ્યા છે. OPD, ઇમરજન્સી સેવાઓ તથા ઓપરેશન પણ ન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. ડૉક્ટરોએ સરકારના આ મુદ્દે ફેર વિચારણા કરે એવી માંગ ઉચ્ચારી છે. જેને ધ્યાને રાખી રાજ્ય સરકાર હરકતમાં આવી છે, જેમાં ખાસ કરીને સુરત અને અમદાવાદમાં હોસ્પિટલોને નોટીસો(Notice to Hospitals in Ahmedabad) પાઠવી છે. 7 દિવસમાં અમલવારી કરવા પણ જણાવ્યુ છે ત્યારે લાખો કરોડોનો ખર્ચ કરી બનાવેલા ICU તેમજ હાલમાં જ રાજ્યની કેટલીક હોસ્પિટલમાં આગની ઘટના બાદ ફાયર વિભાગના દિશા નિર્દેશ અનુસાર કામગીરી કરાવી છે. સરકાર દ્વારા પ્રેક્ટિકલ વિચાર કરવાને બદલે સીધો આદેશ કર્યાના આક્ષેપો સાથે IMAના સંગાથે NMA દ્વારાએ આજે સમગ્ર દિવસ દરમિયાન નવસારીમાં ચાલતી અંદાજે 15 ખાનગી હોસ્પિટલો તેમજ દવાખાનાઓમાં OPD તથા ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ બંધ રાખી હતી. જેને કારણે જિલ્લામાં અંદાજે 10 હજાર દર્દીઓએ મુશ્કેલી વેઠવી પડી હતી. અને અંદાજે 150 ઓપરેશનો અટકી પડ્યા હતા. જેની સાથે જ નવસારી જિલ્લાના 450 ડૉક્ટરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને સરકારને ICU મુદ્દે કમિટી રચી યોગ્ય નિર્ણય કરવાની માંગ ઉચ્ચારી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details