Navsari Accidental Death અંધારામાં ઇનોવા કાર ખાબકી ખાડીમાં એક વ્યક્તિનું મોત
નવસારી શહેરમાં આવેલ આદર્શનગર પાસે ઇનોવા કાર રિવર્સ લેતી વખતે ખાડીમાં ખાબકતા એક વ્યક્તિનું મોત થયું હતું. ખાડીમાં ખાબકતાંની સાથે જ કાર તણાવા લાગી હતી. સ્થાનિકોએ 108 અને નવસારી ફાયર બ્રિગેડ ને જાણ કરતા જવાનોએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કારને બહાર કાઢી હતી. જેમાં એક મૃતદેહ પણ મળ્યો હતો. આ અકસ્માતની ઘટનાને પગલે પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નવસારીમાં અકસ્માતમાં મોતના આ મામલામાં કારમાં કેટલા લોકો સવાર હતા તે હજી જાણી શકાયું નથી.Navsari Accidental Death Navsari Fire Brigade Accident Today Navsari
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST